નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાની ક્રિકેટર્સ અને તેમના ખુલાસા ઘણા ચર્ચામાં રહ્યાં. શોએબ અખ્તરે જે પ્રકારે દાનિશ કનેરિયા (Danish Kaneria) પર નિવેદન આપ્યું, ત્યારબાદ પાકિસ્તાનમાં હિન્દુ ક્રિકેટરોના ઉત્પીડન પર ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ચારે બાજુ દાનિશ કનેરિયા અને શોએબ અખ્તરનો આ ખુલાસો ખુબ ચર્ચામાં રહ્યો છે. ત્યારબાદ શોએબ અખ્તરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અક્રમનો એક જૂનો વીડિયો (Video) શેર કર્યો અને તે પણ ખુબ ચર્ચામાં રહ્યો. આ વીડિયોમાં અક્રમ પાકિસ્તાન ક્રિકેટની હાલની પરિસ્થિતિઓને લઈને ચિંતિત જોવા મળ્યાં અને દેશમાં ખેલની વર્તમાન પરિસ્થિતિમાં સુધાર કરવાની વાત કરતા જોવા મળ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'જય શ્રીરામ' બોલીને દાનિશ કનેરિયાનો નવો વીડિઓ આવ્યો સામે, જુઓ


આ બધા વચ્ચે હવે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) નો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં શાહિદ આફ્રિદી ભારતીય રીતિ રિવાજો અને પૂજાની મજાક કરતા જોવા મળી રહ્યો છે. એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે હોસ્ટે આફ્રિદીને તેના ગુસ્સાને લઈને સવાલ કર્યો તો તેણે એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કેવી રીતે તેની પુત્રી ભારતીય સિરીયલ જોઈને આરતી કરતી હતી અને પુત્રીને આમ કરતા જોઈને આફ્રિદીને એટલો ગુસ્સો આવ્યો કે તેણે ઘરનું ટીવી તોડી નાખ્યું હતું અને પુત્રીને ખુબ ફટકાર લગાવી હતી. આફ્રિદીના કહ્યાં મુજબ પુત્રીને આમ કરતી જોઈને તેને બિલકુલ સારું લાગ્યું નહતું. આથી તેણે ટીવી તોડી નાખ્યું. 


કનેરિયા મામલાએ વિવાદ પકડ્યો તો બેકફુટ પર આવ્યો શોએબ અખ્તર, હવે કરી સ્પષ્ટતા


આફ્રિદી વીડિયોમાં કહેતો જોવા મળી રહ્યો છે કે કેવી રીતે જ્યારે એકવાર તે ઘરે આવ્યો તો તેની પુત્રી ટીવી સામે થાળી લઈને ઊભી હતી. ત્યારે એંકર કહે છે કે તેને આરતી કહે છે. ટીવી જોઈને પુત્રીને આરતી કરતી જોઈ આફ્રિદી ભડકી ગયો અને તેણે પોતાનો હાથ મારીને ટીવી તોડી નાખ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube